તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમકી:અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતા યુવક-યુવતીને પિતા - ભાઈની ધમકી

રાજપારડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કારિયાપુરાના યુવકે તેની પત્ની સાથે ઉમલ્લા પોલીસમાં રજૂઆત કરી

ઝઘડિયા તાલુકાના કારિયાપુરા ગામમાં લગ્ન કરી જીવન નિર્વાહ કરતા અશ્વિન આરત બારીયા તેમજ તેની પત્ની ભૂમિકા અશ્વિન બારીયાએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતા તેના પિતા તથા સગા કાકાના દીકરાએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે ઉમલ્લા પોલીસ મથકમાં રજૂઆત કરી હતી.

અશ્વિન બારીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 2 ડિસેમ્બર 2020ના રોજ તેમણે ભૂમિકા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ ભૂમિકાના સગા કાકાનો દીકરો મહેસાણાથી પોલીસ લઈને કારિયાપૂરા અશ્વીનના ઘરે આવ્યો હતો. ત્યાંથી ભૂમિકાને મહેસાણા બોલાવી ગયો હતો. ત્યાં ધાક ધમકી આપી અશ્વિનના છૂટાછેડા કરવી દીધા હતા. ત્યારબાદ 22 માર્ચ 2021 ના રોજ અશ્વિનએ પુનઃ સિવિલ કોર્ટમાં ભૂમિકા સાથે લગ્ન કર્યા હતા. સામેથી અશ્વિનના ભાઈ ઉપર ફોન આવ્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અપહરણના કેસની પણ ધમકી આપી હતી. મારી પત્ની મારી સાથે કાયદેસર રહેવા માંગે છે. પણ સામેથી તેને પરિવારજનો ધમકી આપે છે. જે સંદર્ભે ભૂમિકાએ ભરત મફતલાલ પટેલ તેમજ અંકિત વિનુ પટેલ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ઉમલ્લા પોલીસ મથકમાં અરજી આપી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો