ગેરરીતિ:રાજપારડી વિસ્તારમાંથી એક લાખની વીજચોરી ઝડપાઈ

રાજપારડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેકિંગ વેળા 10 જેટલા જોડાણોમાં ગેરરીતિ મળી આવી હતી

રાજપારડી વિસ્તારના ગામડાઓમાં વીજકંપનીની ટીમોએ ચેકીંગ દરમિયાન 10 જેટલા જોડાણોમાં વીજચોરી ઝડપી પાડી વીજચોરોને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઝઘડીયા તાલુકામાં આવેલા પંથકના વિવિધ ગામોમાં સવારના સમયે વિજ કંપની વિજીલન્સની ટીમોએ વીજ ચેકીંગ હાથ ધરીને 10 જોડાણોમાંથી અંદાજે એક લાખ ઉપરાંતની વીજચોરી ઝડપી પાડી છે.જુની તરસાલી, ઓર પટાર, કૃષ્ણપરી વિગેરે ગામોમાં કોર્પોરેટ ઓફીસની વિજીલન્સની 5 ટીમોએ 8 વાહનો સાથે વિજ ચેકિંગ હાથધરી અસંખ્ય વીજ મિટરોની ચકાસણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...