તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ભાલોદ ખાતે ઈકો ગાડી વૃક્ષ સાથે અથડાતાં 1 શખ્સનું મોત

રાજપારડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચાલકે કાબુ ગુમાવતા આસોપાલવના ઝાડ સાથે કાર ભટકાઇ હતી

રાજપારડી પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી અનુસાર ભાલોદ ગામના સચીનકુમાર નવીનચંદ્ર માછીએ ની ફરિયાદ લખાવી હતી કે પોતાની ઈકકો ગાડી લઈને પોતાના ભાલોદ ખાતે આવેલ પોતાના ઘરથી સાંજે 7 વાગ્યાના અરસામાં તેમના પિતાજી નવીનચંદ્ર ઈશ્વરભાઈ માછી સાથે ઈકકો ગાડી લઈને ભાલોદ મુકામે આવેલા ગાયત્રી મંદિરના કંપાઉન્ડમાં ગયેલ હતા ત્યા જઈ મે મારા પિતાજી નવીનચંદ્ર ઈશ્વરભાઈ માછી ને ઈકકો ગાડી ચલાવવા માટે આપી હતી.

હુ બીજી સીટ પર બેસી સાથે મારા પિતાજી ગાડી ચલાવતા હતા. ગાયત્રી મંદિરના કંપાઉન્ડમાં બહાર નીકળતા એકાએક ગાડી પુરઝડપે હંકારતા ગાયત્રી મંદિરના કંપાઉન્ડમાં આવેલ આસોપાલવ ના ઝાડ સાથે ધડાકાભેર ઈકકો ગાડી અથડાતા ઈકકો ચાલકને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને અવિધાની CHC દવાખાને ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યા ના તબીબ દ્વારા તપાસ કરતાં મૃત જાહેર કરવામાં આવતા આ અકસ્માતની જાણ રાજપારડી પોલીસ સ્ટેશનને થતાં રાજપારડી પોલીસ ઘટના સ્થળે પહોચી ગુનો નોંધી મરણ જનારની લાશનો કબજો લઈ પી.એમ માટે ખસેડવામાં આવી હતી.રાજપારડી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો