માર્ગ બિસ્માર:ઝઘડિયા તાલુકાના ઉમલ્લામાં વાહન ચાલકોને હાલાકી

રાજપારડી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઝગડીયા તાલુકાના ઉમલ્લા ગામ મુખ્ય મથક તરીકે હોઈ એમાં ઉમલ્લા થી મેઈન બજાર રેલવે ફાટક પાસેથી ભાથીજી મંદિર સુધી નો મુખ્ય માર્ગ બિસ્માર બનયો છે તેમજ રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે અને સળિયા પર દેખાઈ રહ્યા છે જેથી વાહન ચાલકો ખુબજ હાકાલી ભોગવી રહ્યા છે અને વેપારીઓ ની હાલત પણ કફોડી બની ગઈ છે સ્થાનિક વેપારીના જણાવ્યા અનુસાર ગઈ કાલે રસ્તા પર ખાડા હોવાના કારણે શેરડી ભરેલ ટ્રેકટર ની ટ્રોલી પલ્ટી જતા મોટો અકસ્માત સર્જાયો હતો.

વારંવાર તંત્ર ને રજૂઆત કરવા છતાં આ માર્ગ નું કોઈ પણ જત નું સમારકામ ન થતા સ્થાનિક વેપારીઓ રોસે ભરાયા હતા.અને વેપારીઓ ના જણાવ્યા મુજબ રોડ રસ્તા ખરાબ હોવાન કારણે ધન્ધા રોજગાર પણ પડી ભંગ્યા છે... તાત્કાલિક આ રસ્તાનું સમરકામ થાય તેવી માંગ મીડિયા સમક્ષ વેપારીઓ એ કરી હતી જોવું રહ્યું કે મીડિયા ના એહવાલ બાદ કેટલા સમય મા સમારકામ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...