કાર્યવાહી:આમલઝર ગામે બાઈક સ્લીપ થતા ચાલકનું મોત

રાજપારડી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજપારડી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

ઝઘડીયા તાલુકાના આમલઝર ગામ નજીક એક બાઇક સ્લીપ મારતા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યુ હતું. આ અંગે રાજપારડી પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ડેડિયાપાડા તાલુકાના ભાટપુર ગામના લક્ષ્મણ બિજલ વસાવા પાંચેક દિવસ અગાઉ ઘરેથી બાઇક લઇને તેમની દિકરીના ગામ હુસેપુર તા.કરજણ ખાતે જવા નીકળ્યા હતા. ત્યારબાદ તા.28મીના રોજ બાઇક ઝઘડિયા તાલુકાના આમલઝર ગામ નજીક નહેર પાસે ઝાડીમાં પડેલ હાલતમાં મળી હતી.

તેમજ લક્ષ્મણ પણ રોડની બાજુમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ મૃત હાલતમાં પડેલા મળ્યા હતા. બાઇક સ્લીપ મારી જવાથી આ ઘટના સર્જાઇ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયુ હતુ. ઘટનાની જાણ થતાં રાજપારડી પોલીસે મૃતકના દિકરા નવીન વસાવાને જાણ કરી હતી. ત્યારબાદ નવીન વસાવા ઘટના સ્થળે આવ્યા હતા. અકસ્માતની આ ઘટના સંદર્ભે નવીન લક્ષ્મણ વસાવા રહે.ભાટપુર, તા.ડેડિયાપાડા, જિ.નર્મદાનાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...