તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:અવિધવા ત્રણ રસ્તા નજીકથી ત્રણ પશુ ભરેલી જીપ સાથે 1 ઝડપાયો

રાજપારડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પશુ અને ટેમ્પો મળી કુલ 3.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધવા ત્રણ રસ્તા પાસેથી પશુઓ ભરેલા બોલેરો પિક ટેમ્પલ સાથે રાજપારડી પોલીસે એક ઇસમની ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજપારડી પોલીસ ભાલોદ તરફ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે બોલેરો ટેમ્પોમાં એક ભેંસ તથા નાના પાડા નંગ ત્રણ ભરીને અવિધવા તરફ આવી રહ્યો છે. ત્યારે રાજપારડી પોલીસ અવિધવા ત્રણ રસ્તા પાસે વોચમાં ગોઠવાઇ ગઇ હતી.

બાતમી વાળો ટેમ્પલ આવી પહોંચતા પોલીસે ટેમ્પોની તલાશી લેતા તેમાં પશુઓ ભરેલા હતા. તેમજ ઘાસચારાની કે પાણીની સગવડ ન હોય તેમજ પાસ પરમીટ પણ ન હોય સદર ટેમ્પલ ચાલક ઝાકીર હુસૈન મહમદ હુસૈન શેખ રહે. તરસાલી, તા. ઝઘડિયા જિ. ભરૂચ નાની પોલીસે ધરપકડ કરી ટેમ્પો કિંમત રૂપિયા ત્રણ લાખ, તેમજ પશુઓની કિંમત રૂપિયા 55 હજાર મળી કુલ રૂપિયા 3.55 લાખનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પો ચાલક ઝાકીર હુસૈન મહમદ હુસૈન શેખ વિરૂધ્ધ પશુ ઘાતકી પણા કલમ હેઠળ રાજપારડી પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...