ઝઘડીયા તાલુકાના રાજપારડી તરફથી વણાકપોર તરફ જતા ખાડી પેહલાના વણાંક પર મસમોટો ખાડો પડતા ભાલોદ, તરસાલી, વણાકપોર, કૃષ્ણપરી ગામોમાંથી અવરજવર કરતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યોછે અત્રેના માર્ગ પર ખાડો હવે એટલી હદે મોટો બન્યોછે કે માર્ગ જાણે સિંગલ ટ્રેક થઇ ગયોછે જેથી વણાકપોર તરફથી આવતા વાહન ચાલકે ખાડો બચાવવા વણાંક પરજ રોંગ સાઇડેથી પસાર થવુ પડેછે
જેથી કોઇ મોટો અકસ્માત સર્જાય તો નવાઇ નહિ ભાલોદ તરસાલી ગામના લોકોના જણાવ્યા અનુસાર આ ખાડો લાંબા સમયથી પડ્યોછે અને ખાડામાં પાણીનો ભરાવો થતા ખાડો ખુબજ મોટો બન્યોછે ભાલોદ તરફના ગ્રામજનોને અવારનવાર રાજપારડી ઝઘડીયા અંકલેશ્વર ભરૂચ તરફ જવાનુ થાયછે અને ખાડા વારા સ્થળે ચિનોઇ મજબુરીવસ પોતાનુ વાહન રોંગ સાઇડે ચલાવુ પડેછે
જો રાજપારડી તરફથી આવતા વાહન ચાલક સાથે અકસ્માત થાયતો તેની જવાબદારી કોના શીરે રહેશે?ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતુ કે વર્ષોથી રાજપારડી વણાકપોર વચ્ચેના માર્ગનુ સમારકામ કરાયું નથી જેથી માર્ગ પણ ઠેરઠેર બિસ્માર બન્યોછે જો ટુંક સમયમાં ખાડી પાસેના વણાંક પર આવેલ ખાડાનુ સમારકામ નહિ કરવામાં આવેતો ગ્રામીણો દ્વારા ગાંધી ચિન્ધયા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ લાગતુ વળગતુ તંત્ર આ મસમોટાનુ સમારકામ કરેતે લોકહિતમાં ઇચ્છનિય લેખાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.