તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:રાજપારડીના માધવપુરા ફાટક પાસે હાઇવા અને ઇકો કાર વચ્ચે અકસ્માત, 5 ઈજાગ્રસ્ત

રાજપારડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રઝલવાડાનો યુવાન ઝઘડિયાની કંપનીના કામદારોને લઈને જઈ રહ્યો હતો
  • ઈકો કાર ચાલકે ડાઈવા ચાલક વિરૂદ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામ પાસેની માધવપુરા ફાટક પાસેના નાળા નજીક હાઇવા ટ્રક અને ઇકો ગાડી અથડાતા ઇકોના ચાલક સહિત પાંચ ઇસમો ઘવાયા હતા. આ અંગે ઇકોના ચાલક વિમલેશકુમાર કરમસિંગભાઇ વસાવાએ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી. ઝઘડીયા તાલુકાના રઝલવાડા ગામે રહેતા વિમલેશકુમાર કરમસિંગભાઇ વસાવા ઝઘડીયા જીઆઇડીસીની એક કંપનીમાં ઓપરેટર તરીકે કામ કરે છે. અને તેની ઇકો ગાડીમાં કંપનીમાં કામ કરતા વર્કરોને રાજપારડીથી લઇ જાય છે.

ગઇકાલે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં તે કંપનીમાંથી ઘેર આવવા ઇકો લઇને નીકળ્યો હતો. સાડા આઠ વાગ્યાના સમય દરમિયાન રાજપારડી ગામ પાસેની માધવપુરા ફાટક પાસેથી તે પોતાની ગાડી લઇને પસાર થતો હતો તે દરમિયાન પાછળથી આવતી એક હાઇવા ટ્રક ઇકો ગાડી સાથે અથડાઇ હતી.

આ અકસ્માતમાં ઇકો ગાડીમાં બેઠેલા પાંચ ઇસમો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં અમિતભાઇ રાજેન્દ્રભાઇ વસાવા રહે.કાંટીદરા તા.ઝઘડીયા,વનરાજસિંહ જસવંતસિંહ પ્રાંકડા રહે.પ્રાંકડ તા.ઝઘડીયા,સલાઉદ્દિનભાઇ કાસમભાઇ મલેક રહે.ભાલોદ તરસાલી તા. ઝઘડીયા અને મહેન્દ્રભાઇ પ્રભુદાસભાઇ વસાવા રહે.માલીપીપર તા.ઝઘડીયા તેમજ ઇકો ગાડીના માલિક વિમલેશકુમાર રહે.રઝલવાડા તા.ઝઘડીયા ઘવાયા હતા. અકસ્માતના આ બનાવને લઇને રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...