તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:સારસા ગામે વનવિભાગે મૂકેલા પાંજરામાં એક કપિરાજ પુરાયો

રાજપારડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસ પહેલા વાનરે વૃદ્ધા પર હુમલો કર્યો હતો

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે ત્રણેક દિવસ પહેલા પટેલ ફળિયામાં રહેતા ૮૫ વર્ષીય વૃધ્ધા ક‍ાંતાબેન પટેલ પર એક મોટા વાનરે હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરતા આ મહિલાને અંકલેશ્વર સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

દરમિયાન ગ્રામજનો દ્વારા આ બાબતે વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગ તરફથી સારસા ગામે પટેલ ફળિયા નજીક જ્યાં વાનરોની આવજાવ વધારે પ્રમાણમાં દેખાય છે ત્યાં પાંજરુ ગોઠવવામાં આવ્યુ હતુ.રાજપારડીના ફોરેસ્ટર મહેશભાઇ તેમજ બીટ ગાર્ડો શૈલેષભાઇ ડામોર અને સુમન્તાબેન વસાવાએ ગ્રામજનોના સહયોગથી ગ‍‍ામમાં વસતા વાનરો પૈકી એક વાનરને ભારે જહેમત બાદ પાંજરે પુરવામાં સફળતા મેળવી હતી.

રાજપારડીના ફોરેસ્ટ અધિકારી મહેશભાઇના જણાવ્યા મુજબ આ ઝડપાયેલા વાનરને ખોરાક પાણી મળી રહે તેવા સલામત વન વિસ્તારમાં છોડી મુકાશે.ઉલ્લેખનીય છેકે સારસા ગામમાં હજી નોંધપાત્ર સંખ્યામાં વાનરો વસવાટ કરે છે.જોકે એક મોટો વાનર વનવિભાગના છટકામાં સપડાતા ગ્રામજનોએ હાલ તો રાહત અનુભવી છે.

અન્ય સમાચારો પણ છે...