ક્રાઈમ:રાજપારડીમાં દારૂની રેલમછેલ બે સ્થળેથી 8 લાખનો જથ્થો જપ્ત

રાજપારડી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબી અને સ્થાનિક પોલીસે બે સ્થળે ઓપરેશન હાથ ધર્યું
  • ઘર આંગણે પાર્ક કરેલા વાહનો અને ખેતરમાં દારૂ સંતાડ્યો હતો

રાજપારડીમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રાજપારડીના શ્રીજીનગર સોસાયટી તેમજ નજીકમાં આવેલી નવી વસાહતમાંથી વિજય વસાવા તથા અમીત વસાવાના ઘરે રેઇડ કરી હતી. જ્યાંથી રુપિયા 1.06 લાખનો દારુ, કાર 2.50 લાખ, એકટિવા કિંમત રુપિયા 25 હજાર મળી કુલ રુપિયા 3.81 લાખનો મુદ્દામાલ ઝડપીને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.

બીજી રેઈડમાં રાજપારડી પોલીસની ટીમે બાતમીના સ્થળે પીએસઆઇ જાદવ અને પોલીસ સ્ટાફે રેઇડ કરતા નવા માલજીપુરા ગામની સીમમાંથી માટી નીચે સંતાડેલો વિદેશી દારુનો રુપિયા 6.76 લાખનો જથ્થો હાથ લાગતા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ વિજય વસાવા તેમજ અશોક વસાવા તથા અમીત વસાવાને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...