તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સંજાલી પાસે થયેલી લૂંટના ગુનાના 2 સાગરિતો ઝડપાયા, હજી 2 ફરાર

રાજપારડી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રિકવરી એજન્ટ પાસેથી રૂપિયા 32 હજારની લૂંટ ચલાવી હતી

ઉમલ્લા પોલીસ મથકની હદમાં પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી. દરમિયાન એક બાઈક ચાલકને શંકાસ્પદ હાલતમાં આવતા અટકાવી પોલીસ મથકે લાવી જરૂરી પૂછપરછ કરી હતી. જેમાં તેણે સંજાલી પાસે એજન્ટ પાસેથી કરેલી લૂંટની કબૂલાત કરી હતી. તેના અન્ય બે સાગરિતોને પકડવા પોલીસે કવાયત હાથ ધરી હતી.

ઉમલ્લા આર.પી.એલ. ચેકપોસ્ટ પાસે પોલીસની ટીમ વાહન ચેકીંગમાં હતી. તે સમયે એક બાઈક લઈને આવી રહેલો ઈસમ શંકાસ્પદ જણાતા તેને પકડી પોલીસ સ્ટેશને લાવી બાઈક બાબતે સઘન પુછપરછ કરતા જગદીશ ઉર્ફે ભુવો ભુલા વસાવા રહે.પ્રતાપનગરનો હોવાની ઓળખ આપી હતી. બાદમાં તેણે ગત તારીખ 21 ઓગષ્ટના રોજ પીપદરા ચોકડીથી સંજાલી ગામ તરફ જવાના રસ્તા ઉપર લોનના હૃપ્તા ઉઘરાણી કરીને જઈ રહેલા વ્યક્તિ પાસેથી રોકડા રૂપિયા 32 હજારની લુંટ કરી ભાગી ગયા હોવાની કબુલાત કરી હતી. જેમાં મુખ્ય આરોપી મિનેશ ઉર્ફે નયનેશ વસાવા તથા સાગરિતો દિપક સોમા વસાવા, અને બુડી ડોન ઉર્ફે સતિષ રતીલાલ વસાવા પણ સામેલ હોવાનું કબુલ્યું હતું. પોલીસે જગદીશને અટકાયતમાં લઈ બાઈક કબ્જે કરી હતી. સાથે દિપક સોમા વસાવાને પણ પકડી લાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો