દુર્ઘટના / હિંગલ્લા ગામે ટ્રાન્સફોર્મરમાં આગ, વીજ ઉપકરણો ફુંકાયાં

In Hingalla village, a transformer caught fire and electrical appliances were blown up
X
In Hingalla village, a transformer caught fire and electrical appliances were blown up

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

પાલેજ. ભરૂચ તાલુકાના હિંગલ્લા ગામમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતાં વીજ ઉપકરણો ફૂકાઈ ગયા હતા. આગની ઘટનાને પગલે તંત્ર વિરુધ્ધ ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. 
ભરૂચ તાલુકાના હિંગલ્લા ગામમાં બુધવારે વીજ પુરવઠો પૂરો પાડતા વીજ ટ્રાન્સફોર્મરમાં કોઈ કારણોસર આગ લાગતા ભારે અફરાતફરી સર્જાઇ હતી.આગના પગલે સમગ્ર ગામનો વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો તેમજ વીજ ઉપકરણો પણ ફુકાઈ જતા નુક્સાન થયું હતું.  જેના કારણે ગ્રામજનોમાં તંત્ર વિરુધ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ ડીજીવીસીએલ વિરુધ્ધ ભારે આક્રોશ ઠાલવ્યો હતો તેમજ આક્ષેપો પણ કર્યા હતા. વીજ ટ્રાન્સફોર્મર ફૂકાઇ જવાની જાણ કરાતા વીજ કર્મીઓએ હિંગલ્લા ગામે પહોંચી જઈ સમારકામ હાથ ધર્યું હતું. આશરે સાડા ત્રણ કલાકના સમારકામ બાદ સમગ્ર ગામનો વીજ પુરવઠો પૂર્વવત થયો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી