પ્રાકૃતિક સૌંદર્ય:અધિકમાં ઝરવાણીનો ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, સ્થાનિકોને મજા પણ પ્રવાસીઓ નિરાશ

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આકર્ષકરૂપ ધોધ પ્રવાસીઓ માટે વહેલીતકે ખુલ્લો મુકવામાં આવે તેવી માંગ

1 ઓક્ટોબરથી જંગલ સફારી ખુલ્લું મુકાશે ત્યારે સોળે કળાએ ખીલી ઉઠેલા નર્મદા જિલ્લાની પ્રાકૃતિક સૌંદર્ય જોવા પ્રવાસીઓ થનગની રહ્યા છે. નર્મદા જિલ્લાનું સૌથી સુંદર સ્થળ ઝરવાણી ધોધ છે. ઝરવાણી ધોધને બ્યુટિફિકેશન કરી એક આકર્ષણ ઉભું કરાયા બાદ એક સીઝન લોકોએ મનભરીને માણ્યું.લોકડાઉનના કારણે ચોમાસામાં જે સૌંદર્ય જોવાનું હોય એ ઘરમાં રહીને કાઢ્યું હતું. ત્યારે રવિવારની રજાઓમાં હજારો પ્રવાસીઓ પરત ગયા હતા. સ્થાનિક લોકો ત્યાં પહોંચી શકે છે પણ પ્રવાસીઓ માટે પ્રતિબંધ હોય હવે વહેલીતકે આ ધોધ ખુલ્લો મુકાય એ પ્રવાસીઓ પણ ઈચ્છી રહ્યા છે.ઝરવાણી ધોધ ખાતે વન વિભાગ ગોરા રેન્જ દ્વારા પ્રવાસીઓ માટે ફૂડકોર્ટ,સ્વદેશી બનાવટોથી લઇ સ્પા, પેરાગલાઈડિંગ,બનજી ઝંપિંગ, રોક ક્લીમ્બિનગ,હાઈ ઝંપ,ઝીપ લાઈન સહિતના આકર્ષણો ઉભા કરાયા છે. પણ હાલ બધું બંધ છે. ટૂંક સમયમાં આ ચાલુ થાય તો પુનઃ ધમધમતું થઇ જાય તો સ્થાનિકોની રોજગારી પણ ચાલે અને સરકારને પણ ફાયદો થાય તેમ છે.} પ્રવિણ પટવારી

અન્ય સમાચારો પણ છે...