તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્દોષ છુટકારો:ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાનો પાંચ કેસમાં નિર્દોષ છુટકારો થયો, 28 વર્ષ વીજચોરીના અલગ અલગ પાંચ કેસ થયા હતા

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઝઘડિયા કોર્ટે વીજ ચોરીના પાંચેય કેસમાં છોટુ વસાવાને નિર્દોષ જાહેર કર્યો
 • 28 વર્ષ પહેલા રાજકીય અદાવત રાખી મારા ઉપર ખોટા કેસ કરાયા - છોટુ વસાવા

ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાને પાંચ કેસમાં નિર્દોષ છુટકારો થયો છે. 28 વર્ષ પહેલા છોટુ વસાવા ઉપર વીજચોરીના અલગ અલગ પાંચ કેસ કરાયા હતા. જેમાં ઝઘડિયા કોર્ટે વીજ ચોરીના પાંચેય કેસમાં છોટુ વસાવાને નિર્દોષ જાહેર કર્યો છે.

છોટુ વસાવા પર 1993ના વર્ષમાં વીજ ચોરીનો કેસ કરાયો હતો

ઝઘડિયાના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવા પર 1993ના વર્ષમાં ગામ ધારોલી ગ્રામ પંચાયતના બોરમાંથી લાઈન જોડી વીજ ચોરી કરાતી હોવાની શંકાના આધારે ત્રણ ફરિયાદ દક્ષિણ ગુજરાત વીજ કંપની વાલિયના જુનિયર એન્જિનિયર કે.એમ.પરમાર તથા એમ.એ ભાવસાર દ્વારા કરવામાં આવી હતી. તથા બીજી બે વીજ ચોરીની ફરિયાદ શંકાના આધારે આર.પી. ગોટાવાલા તથા એમ.એ ભાવસાર દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાં કરવામાં આવી હતી.

પાંચ ફરિયાદ અંગેનો કેસ ઝઘડિયા કોર્ટમાં ચાલતો હતો

છોટુ વસાવા પર દસ દિવસમાં થયેલ પાંચ ફરિયાદ અંગેનો કેસ ઝઘડિયા કોર્ટમાં ચાલતો હતો. ગુજરાત હાઇકોર્ટ તથા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચ મુજબ પાંચ વર્ષ જૂના તમામ કેસોને રેડ માર્કિંગ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ કેસ પાંચ વર્ષ જૂનો હોય તેને રેડ માર્કિંગ કરવાં આવ્યો હતો. જો કે આ કેસ ફરીથી રિઓપન કરવામાં આવ્યા હતા. જેમાં 28 વર્ષથી વધુ ચાલેલા વીજ ચોરીના કેસમાં આજરોજ ઝઘડિયા કોર્ટે ધારાસભ્ય છોટુ વસાવાને તમામ પાંચ કેસોમાં નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો છે.

કોંગ્રેસમાં સામેલ ન થતાં ખોટા કેસમાં ફસાવ્યો - છોટુ વસાવા

આ બાબતે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ જણાવ્યુ હતું કે જ્યારે રાજયમાં જનતા દળનું શાસન હતું. ત્યારે ચીમન પટેલ દ્વારા જનતા દળના ધારાસભ્યોને લઈ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. જો કે તેઓ કોંગ્રેસમાં સામેલ ન થતાં આ ખોટા કેસ કરી ફસાવવાની સાજીસ હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો. પહેલા કોંગ્રેસે અને હવે ભાજપે તેમણે ખોટા કેસમાં ફસાવતું હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો