CCTVથી સજ્જ GIDC:ઝઘડીયા ઔદ્યોગિક વસાહત ભરૂચ જિલ્લામાં પ્રથમ CCTV કેમેરાથી કવર, 14 પોઇન્ટ પર લગાવાયા 39 કેમેરા

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GIDCમાં રૂ. 1 કરોડ ઉપરાંતનો પ્રોજેકટ 150 ઉદ્યોગોને સુરક્ષા પ્રદાન કરવા સાથે તમામ ગુનાખોરી પર લાવશે અંકુશ

ભરૂચ જિલ્લાની ઝઘડિયા GIDC જિલ્લાની પ્રથમ CCTV કેમેરાથી સજ્જ બની છે. જિલ્લા પોલીસવડાએ રૂ. 1 કરોડ ઉપરાંતના આ મહત્વના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

ઝઘડીયા ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશનના CCTV કેમેરા પ્રોજેકટનું ઉદ્દઘાટન પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નોટીફાઇડ ઓફીસ ખાતે કરવામાં આવ્યું હતું. GIDCના Entry અને Exit તથા મહત્વના તમામ 14 પોઇન્ટ કવર થઈ શકે તે રીતે 39 કેમરા લગાડવામાં આવ્યા છે. જેનો 45 દિવસ સુધીનો બેક અપ રહેશે. તમામ કેમેરા ઓપ્ટીકલ ફાયબર કેબલથી કનેક્ટ કરાયા છે. લાઇટ ન હોય તેવા સંજોગોમા 8 કલાકનું બેટરી બેકઅપ દરેક કેમેરામાં રહેશે. સમગ્ર ઝઘડીયા GIDC પોલીસની તીસરી આંખ હેઠળ આવી જતા આ વિસ્તારમાં કોઇપણ પ્રકારની ગુનાહીત પ્રવૃતિઓ ડીટેકટ કરવામાં પોલીસ માટે ખુબજ મદદરૂપ સાબીત થશે.

CCTV કેમેરાના લીધે ગુના કરતા લોકો ડરશે. જેને લઈ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો પણ બનતા અટકશે. એકંદરે CCTV પ્રોજેકટ ઝઘડીયા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સમગ્ર ભરૂચ જિલ્લાનો પ્રથમ અને ખુબજ ઉપયોગી સાબીત થશે.

45 દિવસ સુધીનું બેક-અપ રાખવામાં આવશે
ઝઘડિયા જીઆઇડીસીમાં લગાવાયેલાં કેમેરાઓથી પંથકમાં કોઇ ઘટના બને તો તેના ફૂટેજ મળી રહેવાની શક્યતાઓ છે. 14 પોઇન્ટ કવર કરી શકે તે રીતે 39 કેમેરા લગાવાયાં છે. જેનો 45 દિવસ સુધીનો બેકઅપ રહેશે. તેમજ લાઇટ જવાની સ્થિતિમાં પણ કેમેરા ચાલુ રહે અને તમામ પ્રકારની ગતિવિધિને કેદ કરી શકે તે માટે દરેક કેમેરાનું 8 કલાકનું બેટરી બેકઅપ રહેશે.

CCTV કેમેરાના લીધે લોકો ગુના કરતા ડરશે
સમગ્ર ઝઘડિયા જીઆઈડીસી પોલીસની તીસરી આંખ હેઠળ આવી જતાં આ વિસ્તારમાં કોઇપણ પ્રકારની ગુનાહિત પ્રવૃતિઓ ડીટેકટ કરવામાં પોલીસ માટે આ સીસીટીવી કેમેરા ખુબજ મદદરૂપ સાબિત થશે. CCTV કેમેરાના લીધે ગુના કરતા લોકોમાં ડર રહેશે. જેને લઈ જીઆઈડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન થવાના પ્રશ્નો પણ બનતા અટકશે.

અન્ય સમાચારો પણ છે...