ફરિયાદ:સી ડિવિઝન PIએ ધક્કે ચઢાવ્યાનો ઝાડેશ્વરની વિધવા મહિલાનો આરોપ

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ વકીલ મારફતે કોર્ટમાં ફરિયાદ નોંધાવી
  • ફરિયાદ કરવા જતાં ધક્કો મારી કાઢી મુક્યાની રાવ

ભરૂચના ઝાડેશ્વર ગામમાં રહેતી એક વિધવા મહિલા સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવા જતાં પીઆઇએ તેમને અપશબ્દો ઉચ્ચારી ધક્કા મારી કાઢી મુક્યાં હોવાના આરોપ સાથે કોર્ટમાં ફરિયાદ કરી છે. જોકે, ઘટનાને લઇને પીઆઇ ઉનડકડે તેમના વિરૂદ્ધ ખોટા આક્ષેપ કરાયાં હોવાનું જણાવ્યું છે.

ઝાડેશ્વરના વિસ્તારની એક વિધવાને તેના નણદોઇ વિજય જશુ પટેલે કાર વડે તેમને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે તેઓ 9મી માર્ચે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જતાં તે સમયે પીઆઇ ડી. પી. ઉનડકડની કેબિનમાં સામાવાળા બેસેલાં હોઇ તેમને બહાર જ ઉભા રાખ્યાં હતાં. જે બાદ તેમની ફરિયાદ લેવાનો ઇન્કાર કરી તેમને અપશબ્દો ઉચ્ચારી તેમને હાથ પકડી ધક્કોમારી ઘરમાંથી કાઢી મુકી હતી. તેમજ તેમની ફરિયાદ પણ લીધી ન હતી.

જેના પગલે તેમણે કોર્ટમાં ફરિયાદ નોંધાવતાં પાંચમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ સાહેબ નિરાલી મુનશી સમક્ષ ચાલી જતા સમગ્ર ફરિયાદમાં ક્રિમિનલ કેસ તરીકે રજિસ્ટર કરવાનો હુકમ કર્યો હતો. બીજી તરફ પીઆઇ ઉનડકડે જણાવ્યું હતું કે, તેમની અરજી લીધી હતી. જેની તપાસ ચાલી રહી હતી. તેમણે જે આક્ષેપો કર્યાં છે તે ખોટા છે.

અન્ય સમાચારો પણ છે...