તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જામીન મુક્ત થયા બાદ હાજર નહીં થનાર બે આરોપી ઝબ્બે, બંનેને ટેમ્પરરી જામીન પર મુક્ત કરાયા હતા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લા એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમને માહિતી મળી હતી કે, ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના કામનો આરોપી શના જશવંતભાઇ વસાવા કાચા કામના આરોપી તરીકે સબ જેલમાં દાખલ થયો હતો.જોકે કોરોનાના કારણે ત્રણ મહિનાના ટેમ્પરરી જામીન પર મુક્ત કરાયા હતા.આ આરોપીની વચગાળા જામીનનો સમયગાળો પુર્ણ થતા આરોપીને 18 ઓગસ્ટે ભરૂચ સબ જેલ ખાતે હાજર થવાનું હોય તે હાજર થયો ન હતો.

તેને પેરોલ ફર્લો સ્કોર્ડ ટીમેે માહિતીના આધારે તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો.જયારે બીજો આરોપી વિજય જશુભાઇ વસાવાના પણ વચગાળા જામીનનો સમયગાળો પુર્ણ થતા આરોપીને 18 ઓગસ્ટ 2021ના રોજ પૂર્ણ થતા હોય તેને પણ ટીમે નર્મદા મૈયા બ્રિજ નીચેથી ઝડપી પાડ્યો હતો.પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે બંનેય આરોપીઓને સી ડિવિઝન પોલીસ મથકમાં સોંપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...