પોલીસથી બચવાના ચક્કરમાં જીવ ગુમાવ્યો:ભરૂચના નેત્રંગમાં પોલીસથી બચવા ભાગી રહેલા યુવકનું કૂવામાં ખાબકતા ડૂબી જવાથી મોત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દારૂની રેડ કરવા ગઈ ત્યારનો બનાવ

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના બુટલેગરના બોરખાડી વગામા આવેલ ખેતરે ભરૂચ એલસીબીએ રેડ પાડતા તેના ત્રણ માણસો ઝડપાય ગયા હતા. જ્યારે દલસુખ ઉર્ફે ગોટીયો રૂપાભાઈ વસાવા પોલીસનો હાથ છોડાવી ભાગવા જતા કોતર નજીક આવેલા 70 ફૂટ ઊંડા કૂવામાં પડી જતા તરતા નહિ આવડતા ડૂબી ગયેલ જેમાં તેનું મૃત્યુ થયું હતું. મરનારના કુટુંબીજનોએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. પરિવારનું કહેવું છે કે, હકીકત છુપાવવા માણસો ઉપર દબાણ લાવવા છતા ભાંડો ફૂટી જતાં પોલીસ તંત્રમાં પણ ચહલપહલ વધી ગઈ હતી.

મૃતક
મૃતક
અજય વસાવા.
અજય વસાવા.

હું અને મૃત્યુ પામનાર દલા વસાવા, ભરત વસાવા અને રવિ વસાવાને એલ. સી.બી. ભરૂચની પોલીસે પકડ્યા હતાં. પોલીસે કડક રીતે પૂછવા લાગતા મારની બીકે ગોટીયો ત્યાંથી ભાગ્યો હતો. માંડ 100 મીટર જેટલું દોડ્યો હસેને કૂવામાં પડ્યો હતો. હું અને બીજા મિત્રો કૂવા તરફ દોડ્યા, તો મહિપાલ નામના પોલીસે કહ્યું કુવામાં ગોટીયો પડયો.થોડીવારમાં જેન્યું નામના પોલીસે કીધું એ કુવામાં નથી પડયો શેરડીમાં નાસી ગયો છે. કૂવામાં અમે પથ્થર નાંખ્યો હતો. ત્યાંથી અમને પોલીસ મુખ્ય રોડ પર લઈ ગઈ અને કહ્યું તમે ગોટીયાને તમારી રીતે શોધી લેજો. તેમ કહી અમને છોડી મૂક્યા હતા.- અજય વસાવા ના જણાવ્યાપ્રમાણે

પીએમ રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે
પોલીસે રેડ કરતાં બુટલેગરના કૂવામાં પડી જતા થયેલા મોતના બનાવમાં અકસ્માત મોત ગુનો દાખલ કર્યો છે. પીએમના રીપોર્ટના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અકસ્માત મોત ગુનાની તપાસ અંકલેશ્વર સીપીઆઈ બી એમ રાઠવાને સોંપવામાં આવી છે. - ચિરાગ દેસાઈ, ડીવાયએસપી અંકલેશ્વર.

અન્ય સમાચારો પણ છે...