જીવલેણ અકસ્માત:ભરૂચ નેશનલ હાઈવે પર ટ્રકચાલકે અડફેટે લેતા યુવકનું મોત

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

ભરૂચ નેશનલ હાઇવે ઉપર વગુશણા રિલાયન્સ પેટ્રોલ પંપ સામે બાઈક સવારોને ટ્રક ચાલકે અડફેટે લેતા એક યુવાનનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું

જંબુસર તાલુકાના નહાર ગામમાં રહેતા નટવરસિંહ ચંદ્રસિંહ મકવાણાના 27 વર્ષીય પુત્ર સુનિલ મકવાણા પોતાની બાઈક લઇ ગામેઠા ગામમાં રહેતા મિત્ર હિતેશ કાંતિ ચૌહાણને ત્યાં ગયો હતો જ્યાંથી મિત્રની બાઈક નંબર-જી.જે.૦૬.એન.સી.૮૪૦૨ લઇ ભરૂચ નેશનલ હાઇવે ઉપર વગુશણા ગામ પાસે રિલાયન્સ પેટ્રોલ પંપ સામેથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક નંબર-એચ.આર.૪૫.બી.૯૫૯૨ના ચાલકે બાઈક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સુનીલ મકવાણાના શરીર ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જયારે મિત્ર હિતેશને ઈજાઓ પહોંચતા તેને 108 સેવાની મદદ વડે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અકસ્માત અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...