તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:મગજની હાઇડ્રોસેફાલસની ગંભીર બીમારીથી પીડાતી બાળકીની જવાબદારી યુવાનોએ લીધી

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચ બાહુબલી-2ના સભ્યો બાળકીના સારવારનો હવે પછીનો તમામ ખર્ચ ઉપાડશે

ભરૂચના અયોધ્યાનગર ઝૂપડપટ્ટીમાં વિકાસ ચૌહાણ તેમના પરિવાર સાથે રહીને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે.તેમની 13 માસની દીકરી પ્રિયાંશીને હાઇડ્રોસેફાલસ નામની મગજની ગંભીર બીમારી છે. આ બીમારી સેંકડો બાળકોમાંથી અમુક જ બાળકોમાં જોવા મળતી હોય છે.આ બીમારીમાં બાળકના મગજમાં પાણી ભરાઈ જવાના કારણે તેનો વિકાસ થતો નથી અને તે પથારી વશ થઈ જાય છે.

આ અંગેની જાણ ભરૂચના બાહુબલી 2 ગ્રૂપને થતાં તેઓએ પ્રથમ ધારાસભ્ય દુષ્યંત પટેલને મળીને તેનું માં વાત્સલ્ય કાર્ડ કઢાવી સરકારી યોજના અંતર્ગત બાળકીના ઓપરેશનની તૈયારી કરી હતી.પરંતુ તબીબોના જણાવ્યા પ્રમાણે ઓપરેશન બાદ બાળકી ગરમ વાતાવરણમાં રહી ન શકે અને તેને એસ.સી.માં જ રાખવાનું સૂચન આપ્યું હતું.

પરંતુ પિતા છૂટક મજૂરી કરતો હોવાથી એસી ખરીદી શકે તેમ ન હતું.જે અંગેની જાણ બાહુબલી 2 ગ્રુપના બીકે પટેલ અને મોન્ટુ થતા તે અને તેના ગ્રુપના સભ્યોએ આર્થિક સહયોગ આપી એસી ખરીદવામાં આવ્યું હતું.જયારે આજે ધારાસભ્ય દુષ્યંત પટેલનો જન્મ દિવસ હોય તેમના હસ્તે આ પરિવારને એસીનું દાન આપ્યું હતું.ત્યારે ઝુપડપટ્ટીમાં રહેતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.જોકે બાળકીના ઓપરેશનથી લઈને તેની સ્વસ્થ ના થાય ત્યાં સુધી તમામ ખર્ચ બાહુબલી 2 ગ્રુપના સભ્યો ઉઠાવવાનું નક્કી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો