અક્સ્માત:દહેગામ પાટીયા પાસે વાહનની ટક્કરે યુવકનું મોત

ભરૂચ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ તાલુકામાં આવેલાં દહેગામ ગામે હાફેઝ ફળિયામાં રહેતાં ઇકબાલ ઇસ્માઇલ પટેલ તેમજ ગામના સરફરાજ ઉમરજી પટેલ તેમના સંબંધીને ત્યાં ગયા બાદ તેઓ ઘરે પરત આવી રહ્યાં હતાં. તે વેળાં દહેગામ પાટિયા પાસે વડોદરાથી મુંબઇ તરફ જવાના ટ્રેક ઉપર 45 વર્ષનો એક યુવાન કોઇ અજાણ્યા વાહનની ટક્કરે મૃત્યુ પામી પડેલો મળી આવ્યો હતો. જેના પગલે તેમણે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...