કાર્યવાહી:અજાણ્યા વાહનની ટક્કરે રસ્તો ઓળંગતાં યુવાનનું મોત, ભરૂચના માચ પાટિયા પાસે હાઇવે પર બનેલી ઘટના

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ નેશનલ હાઇવે પર માચ પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે રાહદારી યુવાનનું મોત થયું હતુંઉ સંખેડાના પરવેટા ગામે રહેતાં ફતેસિંહ ચંદ્રસિંહ રાજપુતના ભાઇ ભાઇ રતનસિંહ ભરૂચ નેશનલ હાઇવે પર આવેલી ગ્રાન્ડ વાટિકા હોટલમાં એક લગ્ન પ્રસંગમાં આવ્યાં હતાં. દરમિયાનમાં રતનસિંહ કોઇ કામ અર્થે રસ્તો ક્રોસ કરી રહ્યાં હતાં. તે વેળાં કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તેમને ટક્કર મારી નાસી છુટ્યું હતું.

ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે નબીપુર પોલીસ મથકે ફતેસિંહ રાજપૂતે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...