તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરીના CCTV:કપડાંની દુકાનમાં યુવાનને ચોરી કરવી ભારે પડી, દુકાન માલિકે સીસીટીવીમાં જોઇ ચખાડ્યો મેથીપાક

ભરૂચ19 દિવસ પહેલા
  • અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આવેલ કપડાંની દુકાનમાં ચોરી કરતો યુવાન સીસીટીવી કેમેરામાં કેદ થયો

અંકલેશ્વર શહેરના પિરામણ નાકા નજીક એક કાપડાંની દુકાન આવેલી છે. જ્યાં એક અઠવાડીયા પહેલા એક યુવાન કપડાંની ખરીદી કરવા આવ્યો હતો. જે યુવાને સેલ્સમેનની નજર ચૂકવી એક એક કરી કપડાં પોતાના પેન્ટમાં સંતાડી દીધા હતા. આ અંગે દુકાન માલિકે તેને ચોરી કરતાં દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં જોઈ લીધો હતો. જેમાં ચોરને મેથીપાક ચખાડીને છોડી મૂક્યો હતો.

આ ચોરીની ઘટના એક અઠવાડિય પહેલા બની હોવાનું બહાર આવ્યું છે. જે અંગે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નોંધાવવા પામી નથી. પિરામણ નાકા નજીક એક કાપડાંની દુકાન આવેલી છે. જેમાં નવયુવાન ચોરીના ઇરાદે કપડાંની ખરીદી કરવા એક દુકાનમાં આવ્યો હતો. જેમાં ચોરે ચાલાકી પૂર્વક સેલ્સમેનની નજર ચૂકવી એક એક કરી કપડાં પોતાના પેન્ટમાં સંતાડી દીધા હતા. આ અંગે દુકાન માલિકે તેને ચોરી કરતાં દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં જોઈ લીધો હતો. જેમાં ચોરને મેથીપાક ચખાડીને છોડી મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો