અકસ્માત:વરસાદી કાંસમાં પડી જતાં યુવાનનું ડુબી જવાથી મોત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી હરિદ્વાર સોસાયટીનો યુવાન રાત્રીના સમે તેના ઘરે જઇ રહ્યો હતો. તે વેળાં અંધારામાં અકસ્માતે તે આશ્રય સોસાયટી પાસેના વરસાદી કાંસમાં ઉંધો પડી જતાં ડુબી જવાન કારણે તેનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધસી છે.

ભોલાવ ગામમાં આવેલી હરિદ્વાર સોસાયટીમાં રહેતો વિજય નટવર વસાવા રાત્રે આશ્રય બાપા સિતારામની મઢુલી સામે આવેલી રેલવે લાઇન ક્રોસ કરી ઘરે જવા નિકળ્યો હતો. દરમિયાન ત્યાંથી પસાર થતી વરસાદી કાંસ પાસેથી પસાર થતાં સમયે તેનો પગ લપસી જતાં તે અકસ્માતે નાળામાં ઉંધો પડી જતાં તેનું ડુબી જવાને કારણે મોત નીપજ્યું હતું. સવારે કોઇ શખ્સે તેને ડુબેલો જોતાં પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર દોડી આવી હતી. મૃતકદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...