તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રમજીવીની નિશાન બનાવતો તસ્કર:અંકલેશ્વરમાં ખુલ્લા મકાનો અને ભરનિંદ્રામાં સૂતા લોકોના ખિસ્સામાંથી મોબાઈલ ચોરતો યુવક ઝડપાયો

ભરૂચ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચ એલસીબીએ અંકલેશ્વર-રાજપીપળા રોડ પરથી ચોરીના મોબાઈલ સાથે યુવકને ઝડપ્યો

અંકલેશ્વરમાં શ્રમજીવીઓને નિશાન બનાવતો એક ચોર ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યો છે. આ યુવક રાત્રે ભરનિંદ્રામાં સૂતા લોકો અને ખુલ્લા મકાનોને નિસાન બનાવી મોબાઈલ ચોરતો હતો. અંકલેશ્વર-રાજપીપળા રોડ પર આવેલી મારુતિધામ સોસાયટી-2માંથી પેટ્રોલિંગ દરમિયાન ચોરીના મોબાઈલ ફોન સાથે યુવકને ઝડપ્યો હતો. યુવક પાસેથી 8 જેટલા મોબાઈલ મળી આવ્યા છે. પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભરુચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમીના આધારે અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ મારુતિધામ સોસાયટી-2માં દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ચોરીના આઠ મોબાઈલ ફોન મળી કુલ 41 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે મારુતિધામ સોસાયટી-2માં રહેતા સમીર મનોજ યાદવને ઝડપી પાડ્યો હતો અને મોબાઈલ ફોન અંગે વધુ પૂછપરછ કરતાં તે ખુલ્લી જગ્યામાં સૂઈ જતાં લોકોના ખિસ્સામાંથી અને ખુલ્લા મકાનોમાંથી ચોરી કરી લાવ્યો હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહત આવેલી હોવાથી અનેક કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હોય છે જ્યાં કામ કર્યા બાદ રાત્રે શ્રમજીવી વર્ગ ઘોર નિદ્રા માણી રહ્યા હોય ત્યારે આ ચોર તેઓના ખિસ્સામાંથી અથવા તો તેઓ સુતા હોય તેમની નજીક માંથી શીફતાઈ પૂર્વક તેઓ ના મોબાઇલની ચોરી કરી ફરાર થઈ જતો હતો. આ અંગેની અનેક ફરિયાદો ઉઠતા પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન વોચ ગોઠવી આ અનોખી ચોરી કરનાર નિશાચર ને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી કુલ 8 નંગ મોબાઈલ રી કવર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો