મોડેલ સાથે છેડતી:ભરૂચ રેલવે સ્ટેશને જયપુર ટ્રેનમાં આવી રહેલી મોડલ સાથે અશ્લીલ હરકત કરનારા યુવાનની ધરપકડ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાને રાત્રી દરમિયાન મોડલની શારિરિક છેડછાડ કરી
  • મોડેલે બુમાબુમ કરતા આરપીએફનો સ્ટાફ દોડી આવી યુવાનને ઝડપી લીધો

ભરૂચના રેલવે સ્ટેશને જયપુર ટ્રેનમાં આવી રહેલી મુંબઈની મોડલની એક યુવાને છેડતી કરી હતી. ટ્રેનમાં રાત્રીના સમયે મોડેલ સુતી હતી તે દરમિયાન ઈસમે મોડલની ચાદર ખેચી પગ ઉપર હાથ ફેરવી અશ્લીલ હરકતો કરતો હતો. જેથી મોડેલે બુમાબુમ કરતા આરપીએફનો સ્ટાફ દોડી આવી યુવાનને ઝડપી લીધો હતો.

મોડેલની બાજુની સીટ પર બેસેલા વ્યક્તિએ અશ્લીલ હરકત કરી

મુંબઈમાં રહેતી 24 વર્ષીય એક્ટર અને મોડલ 27 ઓગસ્ટના રોજ જયપુરમાં તેમની માતાનું નિધન થતા ભાઈ રાહુલ સાથે ફ્લાઈટમાં ગઈ હતી. જ્યાંથી માતાની વિધિ પુરી કરી 14 સપ્ટેમ્બરે સ્લીપર કોચમાં જયપુર ટ્રેનમાં પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન રાત્રે ટ્રેનમાં મોડલની બાજુની સીટ પર બેસેલા જયપુરના રૂપસિંહ રાજપુતે મોડલ સાથે અશ્લીલ હરકતો શરૂ કરી હતી. મોડલે ઓઢેલી ચાદર ખેંચી યુવાને પગ ઉપર 2 વખત હાથ ફેરવતા મોડલ જાગી ગઈ હતી અને આ અંગે પોતાના ભાઈને વાત કરી હતી.

અશ્લીલ હરકત કરનારા યુવાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ

ત્યારે બન્ને ભાઈ બહેને ઊંઘવાનું નાટક કરતા યુવાને ફરી હાથ ફેરવવાનું શરૂ કરતાં મોડલે બૂમરાણ મચાવી હતી. જેથી રાતે દોઢ કલાકે તમામ મુસાફરો જાગી ગયા હતા. તેમજ ટ્રેનમાં રહેલો આરપીએફનો સ્ટાફ દોડી આવતા ભરૂચ રેલવે સ્ટેશને મોડલ સાથે અશ્લીલ હરકત કરનારા યુવાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...