તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:નર્મદા નદીમાં ઝંપલાવી આપઘાત કરનાર યુવક - યુવતી ભરૂચના

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવક અયોધ્યાનગર ઝુપડપટ્ટીમાં રહેતો હતો
  • પ્રેમમાં એક બીજા વગર રહી શકતા જીવન ટુંકાવ્યું

ભરૂચમાં નર્મદા નદીમાંથી 7મી જૂને વેજલપુરના તાડીયામાંથી યુવક અને યુવતીના મૃતદેહ હાથ બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા.અંકલેશ્વર પોલીસે બંનેયના મૃતદેહને સિવિલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને તેમના મીસીંગ ફરિયાદના આધારે પરિવારજનોની શોધખોળ આરંભી હતી.જેથી પોલીસને બન્નેની ઓળખ કરવામાં પોલીસને સફળતા મળી છે.

મળતી માહિતી મુજબ,યુવક નામે ધર્મેશ રમેશ માવી ભરૂચની અયોધ્યા નગરમાં રહેતા હોવાનું જાણવા મળ્યુ છે.જયારે યુવતી પાયલ ભાંભોર દહેજ ખાતે રહેતા તેની ફોઈના ઘરે આવી હતી.જેને 4 દિવસ પહેલા ધર્મેશ તેને ફોઈના ઘરેથી ભગાવી લાવ્યો હતો.એક બીજાના પ્રેમમાં પાગલ બંનેય એક બીજા વગર રહી શકતા હોય બન્નેએ એક બીજાના હાથ ઓઢણી વડે બાંધીને નર્મદા નદીમાં ઝંપલાવી જીવન લીલા સંકેલી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...