જન્મ જયંતિ:સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે યંગ ઇન્ડિયા મેરેથોનનું આયોજન કરાયું

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચા,નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ અને ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે યંગ ઇન્ડિયા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જે મેરેથોન દોડનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને આગેવાનો દ્વારા લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ યંગ ઇન્ડિયા મેરેથોન દોડવીરોએ ભાગ લીધો હતો આ યંગ ઇન્ડિયા મેરેથોનમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમ હાંસલ કરનાર દોડવીરોને રોકડા ઇનામ અને ટ્રોફી સહીત પ્રમાણ પત્ર એનાયત કરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તમામ ઉપસ્થીતીઓ સ્ટેચ્યુ પાર્ક સ્થિત સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં ચેનલ નર્મદાના ડાયરેકટર નરેશ ઠક્કર,જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,મહામંત્રી નિરલ પટેલ,યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલ,ધર્મેશ પુષ્કરના તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...