શરમજનક ઘટના:ભરૂચના ભોલાવ ગામે ‘મારી પત્નીને તું બદઇરાદે જુએ છે’, કહી પુત્રએ પિતાને મારી કાઢી મક્યો

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભરૂચના ભોલાવ ગામની સોસાયટીમાં બનેલી શરમજનક ઘટના

ભરૂચ તાલુકામાં આવેલાં ભોલાવ ગામે રહેતો એક નિવૃત્ત શખ્સ તેના ઘર પાસે સિગરેટ પિવા બેઠાં હતાં. તે વેળાં તેના પુત્રએ તેમની પાસે આવી તુ મારી પત્નીને ખોટી નજરથી જૂએ છે કહીં તેમને માર માર્યો હતો. દરમિયાનમાં તેની માતા તેમજ પત્ની આવતાં પુત્ર-પુત્રવધુએ માતા-પિતા બન્નેને ધમકાવી ઘરમાંથી કાઢી મુક્યાં હતાં.

ભરૂચના ભોલાવા ગામે આવેલી એક સોસાયટીમાં રહેતાં અને નિવૃત્ત જીવન જીવતાં એક શખ્સ રાત્રીના સમયે તેમના ઘરે હિંચકા પર બેસી સિગરેટ પિવા જતાં તેમનો પુત્ર ત્યાં આવી પહોંચ્યો હતો. પુત્રએ તેમની પાસેથી સિગરેટ લીધાં બાદ લાઇટર માંગતા હું સિગરેટ સળગાવી આપું છું. તેમ કહેતાં પુત્ર ઉશ્કેરાઇ ગયો હતો અને તુ મારી પત્નીને ખોટી નજરથી જૂએ છે તેમ કહીં પિતાને અપશબ્દો ઉચ્ચારી માર માર્યો હતો. જેના પગલે તુરંત સાસુ-વહુંં ઘરમાંથી બહાર આવતાં નિવૃત્તની પત્ની તેમને છોડાવવા વચ્ચે પડતાં પુત્રવધુએ તેમજ પુત્રએ બન્નેને ધક્કામારી ઘરમાંથી કાઢી મુક્યાં હતાં. તેમજ હવે પછી મારા ઘરે આવશો તો મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...