તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્યોગો દર્દીઓની વ્હારે:દહેજની યોકોહામા અને મેઘમણી કંપનીએ ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન કલેકટરને અર્પણ કર્યા

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની મહામારીમાં ઓક્સિજન સિલિન્ડરોની સાથે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનની પણ તાતી જરૂરિયાત ઉભી થઇ છે

કોરોના કહેરમાં એક તરફ ઓક્સિજનની ભારે જરૂરિયાત ઉભી થઇ છે. જ્યારે બીજી તરફ ઓક્સિજન સિલિન્ડર મેળવવા લોકો ભારે દોડધામ કરી રહ્યાં છે. તેવા સંજોગોમાં ઉદ્યોગો પણ દર્દીઓની વ્હારે આવ્યા છે. દહેજની યોકોહામા ટાયર અને મેઘમણી ઓર્ગેનિક કંપનીએ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન જિલ્લા કલેકટરને આપ્યા છે.

હોમ કોરન્ટાઈન દર્દી માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આશીર્વાદરૂપ

કોરોનાની મહામારીમાં ઓક્સિજન સિલિન્ડરોની સાથે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનની પણ તાતી જરૂરિયાત ઉભી થઇ છે. ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન જાતે ઓક્સિજનનું ઉત્પાદન કરી દર્દીની ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરે છે. ખાસ કરીને હોમ કોરન્ટાઈન થયેલા દર્દીઓ અને કોરોનાને હરાવી ઘેર પરત થયેલા દર્દીઓ માટે આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આશીર્વાદરૂપ ગણાય છે.

કોરોના મહામારીમાં ઉદ્યોગો પણ દર્દીઓની વ્હારે આવી રહ્યાં છે. દહેજની યોકોહામાં ટાયર કંપનીએ 10 લીટરની ક્ષમતાના 15 કોન્સન્ટ્રેટર મશીન જિલ્લા કલેકટરને અર્પણ કર્યા હતા. જ્યારે મેઘમણી કંપનીએ પાંચ લીટરની ક્ષમતા વાળા 12 કોન્સન્ટ્રેટર મશીન આપ્યા હતા. જેના પગલે જિલ્લા કલેકટર એમ.ડી. મોડિયાએ બન્ને કંપનીઓના અભિગમને આવકાર્યા હતા.

આ પ્રસંગે યોકોહામાં કંપનીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અંબરીશ સીંદે, જનરલ મેનેજર ધર્મેશ કંસારા અને સિક્યુરિટી એન્ડ એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી જનરલ મેનેજર આનંદ અથાલીયે તથા મેઘમણી કંપનીના ડાયરેકટર પ્રશાંત પટેલ અને એચ.આર. વિભાગના જનરલ મેનેજર વિક્રમસિંહ માહિડા ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...