તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચની કરુણાંતિકા:વેલ્ફેર હોસ્પિટલમાં માત્ર 19 વર્ષની કોરોના વોરિયયર્સ છેલ્લા શ્વાસ સુધી મોત સામે લડી, મિત્રને બચાવવા પોતાનો જીવ ગુમાવ્યો

ભરૂચ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
હોસ્પિટલમાં લાગેલી આગમાં મોતને ભેટનાર નર્સ ફરીગા ખાતુન(ડાબે) અને માધવી પઢિયાર(જમણે) છેલ્લા શ્વાસ સુધી સેવા બજાવી હતી - Divya Bhaskar
હોસ્પિટલમાં લાગેલી આગમાં મોતને ભેટનાર નર્સ ફરીગા ખાતુન(ડાબે) અને માધવી પઢિયાર(જમણે) છેલ્લા શ્વાસ સુધી સેવા બજાવી હતી
 • બે ટ્રેઇની નર્સના પણ સદર દુર્ઘટનામાં મૃત્યુ થયા હતા
 • આગ એટલી વિકરાળ હતી કે તે બંને બચી શક્યા ન હતા

ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં 18 કમભાગીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ગત મધ્યરાત્રીએ હોસ્પિટલમાં જ્યારે આગ લાગી ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર ચાલી રહી હતી. આ દર્દીઓની સારવાર માટે કોરોના વોરિયર્સ તેવી બે ટ્રેઇની નર્સના પણ સદર દુર્ઘટનામાં મૃત્યુ થયા હતા.

મોતને ભેટેલ બંને નર્સ 19 વર્ષીય હતી
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં રહેતી માધવી મુકેશકુમાર પઢિયાર અને અંકલેશ્વર ખાતે રહેતી ફરીગા ખાતુન ભરૂચની વેલફેર હોસ્પિટલમાં ટ્રેની તરીકે ફરજ બજાવતી હતી. અને છેલ્લા બે મહિનાથી કોવિડ દર્દીઓની દેખરેખ કરી રહી હતી. મોતને ભેટેલ બંને નર્સ 19 વર્ષીય હતી. જે પૈકી માધવી મુકેશકુમાર પઢિયારના મામા જીગ્નેશભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે તેઓની ભાણી માધવી વેલ્ફેર હોસ્પિટલની નર્સિંગ કોલેજમાં બે વર્ષનો નર્સિંગનો કોર્સ કરી રહી હતી. જે દરમિયાન જિલ્લા વહીવટી તંત્રના આદેશ અનુસાર તેઓને ટ્રેઈની તરીકે કોવિડ વોર્ડમાં મુકવામાં આવ્યા હતા.

અચાનક વેન્ટિલેટર કીટમાં સ્પાર્ક થયો જે બાદ આગ ફાટી નીકળી
છેલ્લા બે મહિનાથી દિવસ રાત કોવિડ દર્દીઓની સેવામાં તેઓ હતા. અમુક વાર તો 24-24 કલાકની ડ્યુટી તેઓએ કરી હતી. ગતરોજ રાત્રિના 12 કલાક અને 50 મિનિટે અચાનક વેન્ટિલેટર કીટમાં સ્પાર્ક થયો જે બાદ આગ ફાટી નીકળી હતી. તે સમયે મૃતક માધવી તથા તેની સાથે ફરજ બજાવી રહેલ 19 વર્ષીય ફરીગા ખાતુન પીપીઇ કિટ પહેરીને દર્દીઓની સારવાર કરી રહ્યાં હતા.

આગ એટલી વિકરાળ હતી કે તે બંને બચી શક્યા ન હતા
​​​​​​​
ત્યારે વેન્ટિલેટરમાં ફાયર થતાં ફરીગા આગની લપેટમાં આવી ગઈ હતી. જેને બચાવવા માટે તાત્કાલિક માધવીએ ફરીગાને બાથ ભીડી લીધી હતી. જેથી તેની પણ પીપીઇ કિટ સળગવા લાગી હતી અને શરીર સાથે ચોંટી ગઇ હતી. જે બાદ બંને નર્સ બચાવ માટે બાથરૂમ તરફ દોડ્યા હતા અને પાણીનો મારો પોતાની ઉપર ચલાવવાની કોશિષ કરી હતી. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તે બંને બચી શક્યા ન હતા.

આઈસીયુમાંથી બહાર નીકળી જવામાં સફળ રહી હતી
જ્યારે તેઓ સાથે રહેલ અન્ય એક નર્સ ચાર્મી ગોહિલ દરવાજાની નજીક હોય તે આઈસીયુમાંથી બહાર નીકળી જવામાં સફળ રહી હતી અને તેનો જીવ બચી ગયો હતો. જે હાલ હેબતાઈ થઈ ગઈ છે અને અન્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. પરિવારજનોને જાણ થતાં તેઓ વેલ્ફેર હોસ્પિટલ પહોંચતા તેઓને બાથરૂમમાં સળગી ગયેલી હાલતમાં પોતાની વ્હાલસોયી દીકરીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક માધવી નોન કોવિડ હોઈ તેની અંતિમવિધિ ભરૂચના દશાસ્વ મેઘ સ્મશાનમાં કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો