અભિવાદન સમારોહ:મુળ ભરુચના યાકુબ પટેલ U.Kના પ્રિસ્ટોનમાં ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાતા અભિવાદન સમારંભ યોજાયો

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જનશિક્ષણ સંસ્થાન અને વાગરા રોટરી કલબ દ્વારા આયોજન કરાયું

ભરૂચ જનશિક્ષણ સંસ્થાન ખાતે ભરૂચના પુત્ર અને યુકેના પ્રિસ્ટોનમાં ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયેલા યાકુબ પટેલનો અભિવાદન સમારંભ આયોજિત કરાયો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ જનશિક્ષણ સંસ્થાન અને વાગરા રોટરી કલબ દ્વારા ભરૂચના પુત્ર યાકુબ પટેલ ઈંટવાલાને સન્માનિત કરાયા હતા. જન શિક્ષણ સંસ્થાનના હોલમાં યાકુબ પટેલે અભિવાદન ઝીલતા પોતે ભરૂચી, ગુજરાતી અને ભારતીય હોવાનું ગર્વ વ્યક્ત કર્યું હતું.

ભરૂચમાં શાળા અને કોલેજના તેઓના સ્મરણો યાદ કરતા યુકેની પ્રિસ્ટોન કાઉન્સિલમાં હાલમાં જ ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયેલા યાકુબ પટેલ ભાવુક થઈ ગયા હતા. કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જન શિક્ષણ સંસ્થાનના જેનુબુદ્દીન સૈયદ, રિઝવાના જમીનદાર, સમીર ચૌહાણ સહિતના અમંત્રીતો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...