તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:વાલિયા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ, આદિવાસી સમાજે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી કાઢી

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલીયાની રંગ મહિલા કોલેજ ખાતે મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

આજે વિશ્વ આદિવાસી દિવસ. ભરૂચ જિલ્લો આદિવાસી પટ્ટી ધરાવતો જિલ્લો છે ત્યારે વાલિયા ખાતે આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાલિયા પંથકમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મહિલા કોલેજ ખાતે મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રી ગણપતસિંહ વસાવાના સરકારી કાર્યક્રમને જીવંત નિહાળવામાં આવ્યો હતો. ત્યારબાદ પંથકના લાભાર્થીઓને ચેક અને અન્ય સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસાવા, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવા, જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયા તેમજ આમંત્રીતો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વાલિયા આદિવાસી સમાજ, બી.ટી.એસ., યુથ પાવર દ્વારા ચાર રસ્તા ઉપર આવેલા બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જેમાં ધારાસભ્ય મહેશ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ દેશી દારુ સાથે આ કાર્યક્રમની ઉજવણી કરી હતી જે પણ ચર્ચાનો વિષય બન્યો હતો. જે બાદ વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આગેવાન રાજુભાઇ વસાવા, ચંપક વસાવા અને યુથ પાવરના આગેવાન રજની વસાવા, સહિત આદિવાસી સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર ONGC ખાતે પણ પણ આજરોજ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર ONGC SC-ST ઓફીસ ખાતે વિહ્વ આદિવાસી દિવસનું ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિતોએ બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિનય વસવા, નગરપાલિકા સભ્ય સુનીલ વસાવા, આદિવાસી આગેવાન મહેશ વસવા, ONGCના SC-ST સેલના સેક્રટરી રોહિત પટેલ, દિનેશ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...