આજે તારીખ 5 મી જુન. સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો ધમધમી રહયાં છે. જિલ્લામાં હવા, પાણી તથા જમીનના પ્રદુષણની અનેક ફરિયાદો ઉઠી રહી છે. પર્યાવરણના જતનના સંકલ્પ સાથે આજે ઠેર ઠેર વૃક્ષારોપણ સહીતના કાર્યક્રમો યોજવામાં આવશે.
1972માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે જાહેરનામુ બહાર પાડયું. આના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા તા. 5મી જૂનના દિવસને “વિશ્વ પર્યાવરણ દિન’’ તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રસંધ પર્યાવરણ દિને કાર્યક્રમોના આયોજન માટે વિષયની પસંદગી કરી સુત્ર આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.