તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા માટેની કવાયત શરૂ કરી દીધી છે.નગરપાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે દરેક પાર્ટીઓએ ઉમેદવારોની સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરીને ઉમેદવારો જાહેર કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે.ત્યારે ભાજપ અને કોંગ્રેસ પાર્ટીઓમાં અમુક ઉમેદવારોને ફોનથી જાણ કરાઈ ગયા હોવાથી અથવા સોશિયલ મીડિયામાં ચર્ચાઇ રહેલા નામોના કારણે કહી ખુશી કહી ગમનો માહોલ પણ જોવાઈ રહ્યો છે.
જ્યારે અમુક ઉમેદવારોએ નામો જાહેર થયા બાદ પક્ષ પલટો કરવાની રાહમાં પણ હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે કેટલાક ટિકિટવાંછુ ઉમેદવારોએ પોતાના ગોડફાધરનું શરણું શોધી ટિકિટ તેમને મળે એના માટેની કવાયત હાથ ધરી છે અને એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે. જ્યારે જાેવું રહ્યું કે ભાજપમાંથી કમળમાંથી નવા ચહેરાઓને ટિકિટ મળે છે તે અંગે પણ ચર્ચાઓએ જોર પકડયું છે.જોકે ભાજપ અને કોંગ્રેસ પાર્ટીમાં પણ અનેક વર્ષોથી કાર્યકર્તા તરીકે સક્રિય રહેલા કાર્યકરોએ ટિકિટની માંગણી કરી હોવા છતાં પણ વ્હાલા દવલાની નીતિ મુજબ પોતાના માનિતા ઉમેદવારો ઉપર પસંદગી ઉતારતા ઘણા ઉમેદવારોને મનદુઃખ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
અંકલેશ્વર પાલિકાના પૂર્વ પ્રમુખનો બળવો : વર્ષોથી કરેલા કામનું ફળ મળ્યું !
ચંપાબેન વસાવાએ ભાજપના વોર્ડ નંબર 7 સભ્ય સુધીર ગુપ્તા અને પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે મને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી. હુએ બીટીપીમાં જોડાઇ છું. વોર્ડ નંબર 7માં ઉમદાવારી પણ કરી છે. વર્ષોથી પાર્ટીને વળીને કરેલી કામગીરીનું ફળ મને આ રીતે મળ્યું છે. સિનિયર કાર્યકરોની પક્ષ બાદબાકી કરી સક્રીય નથી તેવા લોકોને ટિકિટ આપી અમારું અપમાન કરી રહ્યા છે.આગામી ચૂંટણીમાં લડીને જીત બતાવી મારા અપમાનનો બદલો લઈશ.
બાદબાકીનો ડર : પાલિકામાં બે વાર અપક્ષ-3 ટર્મથી ભાજપમાં ચૂંટાતા સભ્ય અપક્ષ લડશે
વેજલપુરના વોર્ડ-9માં 5 ટર્મથી સતિશ મિસ્ત્રી નગરપાલિકામાં સભ્ય તરીકે ચૂંટાયા છે. છેલ્લા ત્રણ વર્ષથી ભાજપ ટિકિટ આપતી હોવાથી તેઓ તેમાંથી પણ વિજેતા થયા છે.પરંતુ આ વખતે ભાજપે તેના નિયમો બદલાતા તેમને ટિકિટ ન મળવાની શક્યતા હોવાથી અપક્ષમાંથી તેઓ દાવેદારી કરવાના હોવાનું જાણવા મળ્યું છે.
બળાપો : ભાજપમાં 20 વર્ષથી સક્રિય કાર્યકરોને ટિકિટ ન મળતા વ્હાલા દવલાની નીતિથી નારાજ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ વર્ષે ભાજપ નવા ચહેરાઓને મોકો આપવાનું નક્કી કર્યું હોય પાર્ટીના યુવા કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.ત્યારે ભરૂચના વોર્ડ નંબર 4માં રહેતા અને 20 વર્ષથી ભાજપના સર્કિય કાર્યકર પરેશ લાડે પાલિકામાં ટિકિટ માંગી હોવાનું જાણવા મળ્યું હતું.પરંતુ તેમનું નામ સંભવિત ઉમેદવારોમાં પણ ન ચર્ચાતું હોવાથી તેઓ નારાજ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.જોકે પાર્ટીમાં વ્હાલા દવલાની નીતિથી કપાયા હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
કચવાટ : વોર્ડ 3માં 3 બક્ષીપંચની પસંદગીના મુદ્દે કાર્યકરો નાખૂશ
ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર-3 ભાજપનો ઘઢ ગણાય છે. જોકે આ વિસ્તારમાં દરેક જ્ઞાતિના લોકો રહે છે. અહીંયાના વિસ્તારમાં સામાન્ય બેઠકમાં એક પુરુષ અને એક સ્ત્રીની બેઠક છે. જ્યારે બક્ષીપંચની બેઠકમાં પણ એક સ્ત્રી અને એક પુરુષ બેઠક છે. પરંતુ ભાજપ દ્વારા આ વોર્ડમાં ત્રણ બક્ષીપંચોને અને એક સામાન્ય વ્યક્તિને ટિકિટ આપવાની ચર્ચાઓએ જોર પડ્યું છે. જેના કારણે સ્થાનિક કાર્યકરોમાં ભારે કચવાટ ઉભો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણ બક્ષીપંચના ઉમેદવારોને ટિકિટ આપતા હોય સામાન્ય વ્યક્તિ સાથે અન્યાય કરાઈ રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.