તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરક્ષાનો સવાલ:અંકલેશ્વરના ભરૂચિ નાકા પાસે બની રહેલી સરકારી હોસ્પિટલના કામદારો પર જોખમ, કોન્ટ્રાકટરની બેદરકરી સામે આવી

ભરૂચ3 મહિનો પહેલા
  • કોઈપણ જાતની સેફ્ટી વિના જીવના જોખમે કામ કરતાં કારીગરો નજરે પડ્યા

અંકલેશ્વરના ભરૂચિ નાકા પાસે બની રહેલા સરકારી હોસ્પિટલની કામગીરી કરતાં કામદારો કોઈ પણ જાતની સેફટી વિના કામ કરતા નજરે પડ્યા હતા. જેમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.

કોન્ટ્રાકટર પાસે સલામતીનું કડક પણે પાલન કરાવામાં આવે તે જરૂરી

અંકલેશ્વર નગર પાલિકા તંત્ર દ્વારા લાખોના ખર્ચે ભરૂચિ નાકા સ્થિત જવાહર બાગ નજીક સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનો કોન્ટ્રાકટ સુરતની ઝાલાવાડિયા નામક કોન્ટ્રાકટરને આપવામાં આવ્યો છે. જે કોન્ટ્રાકટર દ્વારા હોસ્પિટલના નિર્માણની કામગીરીમાં બેદરકારી સામે આવી છે. બિલ્ડીંગના ચોથા માળે કામ કરી રહેલા કામદારો આટલી ઊંચાઈએ પણ કોઈપણ જાતની સેફ્ટી વિના જીવના જોખમે કામ કરતાં નજરે પડ્યા હતા. તેઓએ નથી સેફ્ટી હેલ્મેટ કે સેફ્ટી સૂઝ કે પછી ગ્લોવ્ઝ પહેર્યા હોય તેવું જણાઈ આવતું નથી. નગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા જે તે કોન્ટ્રાકટર પાસે સલામતીનું કડક પણે પાલન કરાવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...