• Home
  • Local
  • Gujarat
  • Bharuch
  • Worker death when plate of bridge block collapses during operation of Vadodara Mumbai Express Highway near Ankleshwar

દુર્ઘટના / અંકલેશ્વર પાસે વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવેની કામગીરી દરમિયાન બ્રિજના બ્લોકની પ્લેટ ધરાશાયી થતાં એક કામદારનું મોત

X

  • ભરૂચ પોલીસે કામદારના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 04:12 PM IST

ભરૂચ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક શક્કપોર ગામ નજીક વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવેની કામગીરી દરમિયાન બ્રિજના બ્લોકની પ્લેટ ધરાશાયી થતાં એક કામદારનું મોત નીપજ્યું હતું. ક્રેનનું સંતુલન ગુમાવતા આ દુર્ઘટના થઇ હતી. ઘટનાની જાણ થતાં જ ભરૂચ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

(અહેવાલઃ પ્રકાશ મેકવાન, ભરૂચ)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી