વુમન્સ ડે સ્પીકર મીટ:ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશન વુમનસ ફોરમ અને ઇનર વ્હિલ કલબ દ્વારા વુમન્સ ડે સ્પીકર મીટનું આયોજન કરાયું

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ કોલેજ રોડ સ્થિત BDMA હોલ ખાતે મહિલા દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યકમમાં ગેસ્ટ વક્તા તરીકે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ પ્લેયર રીટા જૈન, ચીફ ગેસ્ટ તરીકે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ ઉપસ્થિત રહ્યાં હતા.પોતાના ક્ષેત્રમાં અગ્રેસર બન્ને મહિલા મહાનુભવોએ પોતાની સફળ ગાથા અને અત્યાર સુધીની સફળ તેમજ સંઘર્ષને રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં જંબુસરના કિમોજ ગામની પેહલી મહિલા કોમર્શિયલ પાયલટ ઉર્વશી દુબે, SVM સ્કૂલની ધોરણ 4 ની વિધાર્થી બતુલ સંચાવાલાનું પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરાયું હતું. એક ગર્લ વુમન તરીકે આ બન્નેએ મેળવેલી સિદ્ધિ રજૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...