ભરૂચના ડો.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે પ્રધાનમંત્રી દ્વારા SHG ગ્રુપની મહિલાઓ સાથેનો સવાંદ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ગ્રામ્ય વિસ્તારની બહેનો અને સંગઠિત કરીને તેઓને આર્થિક સામાજિક શૈક્ષણિક તથા રાજકીય રીતે પગભર કરવા,સાથો સાથ ગ્રામીણ મહિલાઓ જુથમાં સંગઠીત થઈ બચત કરી આંતરિક ધિરાણનો અભિગમ અપનાવે તો તેની નાની-મોટી જરૂરિયાતો સંતોષી શકાય તે માટે ભરૂચ જિલ્લામાં 84 સ્વસહાય જુથોને કુલ રકમ 10 લાખ રીવોલ્વીંગફંડ (ફરતું ભંડોળ) અને 11 ગ્રામ સંગઠનને કુલ રૂપિયા 77 લાખ (સામુદાયિક રોકાણ ભંડોળ) અને ભરૂચ તાલુકામાં 5 સ્વસહાય જૂથોને 55 હજાર, ચાર ગ્રામ સંગઠનને 28 લાખ રૂપિયાની (સીઆઈએફ)ના ચેકો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે ઉપસ્થિત બહેનોને પોતાની દીકરીને ભણાવવા માટે ખાસ અપીલ કરી હતી અને રાજય સરકાર દ્વારા બહેનોને મળતી તમામ યોજનાઓનો લાભ લેવા લઇ આત્મનિર્ભર બનવા અનુરોધ કર્યો હતો.
જયારે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ મહિલાઓ માત્ર ઘરકામ જ કરી શકે એ માનસિકતાનો અંત લાવવાની જરૂર છે તેમ જણાવી જાતે આત્મનિર્ભર બને અને સરકારની દરેક લાભદાયી યોજનાઓ લઇ ફંડમાં આવકના શ્રોત ઉભા કરવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખઅલ્પા પટેલ અને તાલુકા પંચાયતના પ્રમુખ મોના પટેલ સહીતડીઆરડીએનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં સ્વસહાય જૂથની બહેનો ઉપસ્થિત રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.