તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફીટ ઈન્ડિયા:આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ ઇન્ડિયા ફ્રીડમ રનમાં મહિલાઓ, શાળાના બાળકો જોડાયાં

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં યોજાયેલી 2.0 દોડમાં જનતાને ફિટ અને મજબૂત બનાવવાનો સંદેશો

ભરૂચમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત સિનિયર કોચ કચેરી તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી આયોજીત ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન 2.0 ભાઈઓની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, આ દોડને અધિક નિવાસી કલેક્ટર જે.ડી.પટેલ દ્વારા ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું. દોડની શરૂઆત કરતા પહેલા ભાગ લેનાર તમામ દોડવીરોએ રાષ્ટ્રગીત ગાઈ એક અનેરો જુસ્સો વધાર્યો હતો.ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 દોડનો કલેકટર કચેરી પ્રારંભ થઇ માતરીયા તળાવ અને ત્યાંથી પાછા કલેકટર કચેરીએ પૂર્ણ થઈ હતી.

આ દોડમાં મોટી સંખ્યામા ભાઈઓએ 2 કી.મી દોડમાં ભાગ લીધો હતો.આ ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનમાં તપોવન કોલેજના ટ્રસ્ટી જાગૃતિ પંડ્યા અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ડો સંગીતા મિસ્ત્રી હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.આ ફ્રીડમ રનમાં સદ્ વિદ્યામંડળના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ,પ્રાર્થના વિદ્યાલય, એમેટી વિદ્યાલય,સ્વામિનારાયણ ગુડવીલ, શ્રવણ વિદ્યાલય, નારાયણ વિદ્યાવિહારના વિધાર્થીઓ જોડાયા હતા.ભરૂચની જનતાએ દેશ ફિટ રહે અને મજબૂત બનાવવા માટેનો એક સંદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...