તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણેશ મહોત્સવ:ઇકો ફ્રેન્ડલી મુર્તીઓ બનાવી મહિલાઓ આત્મનિર્ભર બની

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચની બે મહિલા 5 વર્ષથી મુર્તિ બનાવે છે

ગણેશ મહોત્સવનો તહેવાર નજીક આવવાના મહિનાઓ પહેલા શહેરમાં ગણેશની પ્રતિમાઓ બનાવી તેનું વેચાણ કરનાર કારીગરો તંબુઓ નાખીને ધંધો કરતા નજરે પડે છે. પરંતુ બે વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા તમામ તહેવારો સાદગીપૂર્ણ માહોલમાં ઉજવવાનું જાહેર કર્યું છે.

સરકાર દ્વારા આ વર્ષે 4 ફૂટ સુધીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા સ્થપવાની પરવાનગી આપી છે. જેને લઈ ગણેશ ભક્તો અને મૂર્તિકારોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ભરૂચ શહેરમાં આવેલા કસક ગુરુદ્વારા પાસે રહેતી બે મહિલાઓ છેલ્લા પાંચ વર્ષથી માટી માંથી શ્રીજીની પ્રતિમાઓ બનાવીને આત્મનિર્ભર બની છે.બંનેય બહેનોએ ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલોજી સંસ્થાનમાંથી માટીના ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવાની તાલીમ મેળવી હતી.ભરૂચની બંનેય બહેનો દર વર્ષે સુરતમાં યોજાતા મૂર્તિ મેળામાં ગણેશની પ્રતિમાઓ બનાવી વેચાણ કરીને રોજગારી મેળવે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારીના કારણે સુરતમાં મૂર્તિ મેળો નહીં યોજાતા બંનેય બહેનોએ ભરૂચમાં જ કસક વિસ્તારમાં ગણેશની બે થી અઢી ફૂટની પ્રતિમાઓ બનાવીને રૂપિયા 1000 થી 3500 સુધીની પ્રતિમાઓનું વેચાણ કરી રહી છે.

આ વર્ષે માટી, પ્રાકૃતિક રંગ સહિતમાં 30 થી 40 ટકાનો ભાવ વધારો છે તેમ છતાં બન્ને બહેનોએ મૂર્તિના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. બંને બહેનોએ લોકોને પર્યાવરણની જાણવણી માટે માત્ર માટીની જ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું સ્થાપના કરવામાં આવે તેમ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...