ઠગાઇ:મહિલા તાંત્રિક-ચેલાના 5 દિવસના રિમાન્ડ મંજૂર

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા આસિ.મેનેજરની 3.67 લાખની ઠગાઇ કરી હતી

ભરૂચની મહિલાના ભાઇને દારૂ સહિતની કૂટેવમાંથી મુક્તિ અપાવવા માટે તાંત્રિક વિધીના નામે મહિલા સાથે 3.67 લાખની ઠગાઇ કરવાના મામલામાં મહિલા તાંત્રિક સહિત બે જણાને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. પોલીસે બન્નેને કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેમના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.

ભરૂચના નંદેલાવ રોડ પર આવેલાં હરીઓમ નગર ખાતે રહેતાં અને અને એક બેન્કમાં આસિ. મેનેજર જ્યોતિ સચિન ચૌધરીના ભાઇને દારૂની કૂટેવ હતી. દરમિયાનમાં ભોલાવ ખાતે આવેલી મંગલમ સોસાયટી ખાતે રહેતી અને તાંત્રિક વિધી કરતી સપના ઉર્ફે સોનલ વિનોદ વેગડના સંપર્કમાં આવ્યાં હતાં. જે બાદ વિવિધ તાંત્રિક વિધીના નામે સપના ઉર્ફે સોનલ તેમજ તેેના બે ચેલા ગૌરવ અનિલ પારેખ તેમજ શુક્લતીર્થના ભુપેશ રમણ માછીએ તેમની પાસેથી કુલ 3.67 લાખ રૂપિયા ઠગી લીધાં હતાં.

બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે સપના તેમજ ગૌરવની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂપિયાની રિકવરી તેમજ તેમણે અન્ય કેટલાં લોકોને છેતરિયા છે તે સહિતની વિગતો મેળવવા તેમના રિમાન્ડની કવાયત કરતાં કોર્ટે તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...