તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપને ફાયદો:ભરૂચમાં જિલ્લા પંચાયત અને ધમરાડ તાલુકા પંચાયતની 1-1 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાંસોટ-12 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હિના વસાવાએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાની સિઝન ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. હાંસોટ તાલુકાની જિલ્લા પંચાયતની એક બેઠક અને ધમરાડ તાલુકા પંચાયતની એક બઠક એમ ભરૂચ જિલ્લામાં બે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા તેનો સીધો ફાયદો ભાજપને થઇ રહ્યો છે. આ બન્ને બેઠક ભાજપને ભેટમાં મળી રહી હોય તેમ બન્ને બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની આજે અંતિમ તારીખ છે. ત્યારે કેટલાક ઉમેદવારોએ કોઇને કોઇ કારણસર પોતાના ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા હતા. હાંસોટની જિલ્લા પંચાયતની હાંસોટ-12 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હિના વસાવાએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. તો બીજી તરફ ધમરાડ તાલુકા પંચાયતની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર શારદા રાઠોડે પોતાનું ફોર્મ પરત ખેંચતા ભાજપ ગેલમાં આવી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો