તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • With The Increase In The Number Of Corona Positive In Bharuch, It Has Been Introduced In Prajahit To Make The Hospitals Of Kovid 19 Functional.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોવિડ હોસ્પિટલની માંગ:ભરૂચમાં કોરોના પોઝિટિવની સંખ્યા વધતા કોવિડ-19ની હોસ્પિટલો કાર્યરત કરવા પ્રજાહિતમાં રજૂઆત કરાઈ

ભરૂચ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોવિડ-19ની હોસ્પિટલો શરૂ કરવા કોંગ્રેસના અગ્રણી સિકંદર ફડવાલાએ તંત્રને પત્ર લખ્યો

ભરૂચ જિલ્લા કોંગ્રેસના સિનિયર અગ્રણી અને અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી કમીટીના પૂર્વ ચેરમેન સિકંદર ફડવાલા દ્વારા પત્ર લખી કોવિડ-19ની હોસ્પિટલો કાર્યરત કરવા પ્રજાહિતમાં રજૂઆત કરાઈ છે.

ભરૂચ જિલ્લામાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં અત્યંત ઝડપી વધારો થઇ રહ્યો છે. ગરીબ તેમજ મધ્યમ વર્ગને હોસ્પિટલોમાં જગ્યા ના હોવાને કારણે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ જીવ ગુમાવવાના વારો આવ્યો છે. અંકલેશ્વર ખાતે ઈએસઆઇસી હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે સરકાર દ્વારા જાહેર કરાઈ છે.

અંકલેશ્વર તેમજ આસપાસના વિસ્તારોની વસ્તીને ધ્યાને લેતા એ પૂરતી નથી. જેથી પ્રજાહિતને ધ્યાને લઇ ભરૂચ જિલ્લા કોંગ્રેસના સિનિયર અગ્રણી અને અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી કમીટીના પૂર્વ ચેરમેન સિકંદર ફડવાલા દ્વારા ભરૂચ કલેક્ટર, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ઈશ્વરશિંહ પટેલ તેમજ પ્રાંત અધિકારીને પત્ર લખી વહેલી તકે કોવિડ-19 સેન્ટરો ઉભા કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. જેથી ગરીબ તેમજ મધ્યમ વર્ગને હાલાકી ભોગવવી ના પડે અને જીવ ગુમાવવા ના પડે તે માટે પ્રજાહિતમાં રજૂઆત કરાઈ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો