શિયાળાની શરૂઆત:શિયાળાના પગરવ, 5 દિવસમાં તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લામાં શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. છેલ્લાં પાંચ દિવસમાં તાપમાનનો પારો 4 ડિગ્રી ગગડ્યો છે. ત્યારે વહેલી સવારે ઠંડીના ચમકારાનો અહેસાસ થઇ રહ્યો છે. બીજી તરફ બે દિવસથી જિલ્લામાં વહેલી સવારે ઝાંકળમય વાતાવરણ બન્યું હતું. સવારના 8 વાગ્યા સુધી નેત્રંગ, વાલિયા સહિત ભરૂચના કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસ છવાતાં વાહન ચાલકોએ લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. હવામાન વિભાગના પ્રોફેસર ડૉ. નીરજ શર્માએ જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતાં હિમાયલના પવનો દક્ષિણ ભારત તરફ ગતિ કરતાં અચાનક વાતાવરણમાં પલટો થયો છે.

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઈ રહી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ અને તાપમાનમાં ધટાડો થતા ધુમ્મસ વધુ જોવા મળશે. બીજી તરફ ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા 8 વાગ્યા સુધી ધુમ્મસ છવાયેલું જોવા મળતા કુતૂહલ સર્જાયું હતું. શિયાળાના પગરવની સાથે જ વહેલી સવારે ધુમ્મસભર્યાં વાતાવરણમાં લોકોએ મોર્નિંગ વોકનો લ્હાવો લીધો હતો.

છેલ્લા પાંચ દિવસનું તાપમાન

તારીખ

લઘુત્તમ તાપમાન

મહત્તમ તાપમાન
15 ઓકટોબર27.3 ડિગ્રી35.4 ડિગ્રી
16 ઓકટોબર24.5 ડિગ્રી34.7 ડિગ્રી
17 ઓકટોબર25.4 ડિગ્રી33.2 ડિગ્રી
18 ઓકટોબર27.3 ડિગ્રી33.2 ડિગ્રી
19 ઓકટોબર23.0 ડિગ્રી33.1 ડિગ્રી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...