શ્રાવણ માસનો પ્રારંભ:કોરોનાના સંક્રમણના કારણે ભરુચ જિલ્લાના ભોળાશંભુના દેવાલયોમાં ભક્તોની પાંખી હાજરી

ભરૂચ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા

ભક્તિ અને ભજન વચ્ચે જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઇ ગયો છે. કોરોનાના સંક્રમણ વચ્ચે ભરુચ જિલ્લાના દેવાલયોમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી.

સૃષ્ટિના સંહારક ભગવાન ભોળા શંભુની આરાધનાના માસ પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઇ ગયો છે. હિંદુ ધર્મમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. આજે પ્રથમ દિવસે જ સોમવાર હોવાથી ભક્તોએ આસ્થાભેર શિવાલયોમાં શીશ ઝુકાવ્યું હતું.

આ વખતે શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવશે. જેથી ભક્તો ભોળા શંભુની શ્રદ્ધાભેર આરાધના કરશે. ભરૂચ તેમજ અંકલેશ્વરના વિવિધ શિવાલયોમાં આજે સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. કેટલાક સ્થળોએ ભક્તોએ સોશ્યલ ડીસ્ટનસ જાળવ્યું હતું તો કેટલીક જગ્યાએ ભક્તોની દર્શન માટે હોડ જામી હતી.