તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિચલીત કરતી તસવીર:અંકલેશ્વરમાં પત્નીની હત્યા કરી પતિનો આપઘાત, ઘરના દરવાજા પાસે પત્નીનો લોહીથી લથબથ મૃતદેહ અને પહેલા માળે પતિની લાશ લટકતી હતી

ભરૂચએક મહિનો પહેલા
 • હત્યા બાદ આત્મહત્યા કરવાનું કારણ હાલ અંકબંધ
 • શહેર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં એક હૃદયકંપાવી દે તેવી ઘટના બની છે. કાગદીવાડ વિસ્તારમાં એક ઘરમાંથી પત્નીનો હત્યા કરાયેલો અને પતિનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર પતિએ પહેલા બોથડ પદાર્થના ઘા મારી પત્નીની હત્યા કરી હતી અને બાદમાં ઘરના પહેલા માળે ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

લોકોના ટોળા એકઠા થયા
લોકોના ટોળા એકઠા થયા

અંકલેશ્વર શહેરના કાગદીવાડ વિસ્તારમાં રહેતા હબીબુલ રહેમાન કાગજીનું આજ વિસ્તારમાં જ રહેતી શાહીન સાથે લગ્ન થયા હતા. બંનેને લગ્ન જીવનમાં ચાર સંતાનોનું સુખ પ્રાપ્ત થયું છે. ગતરોજ બંને પતિ-પત્ની પોતાના ઘરે હતા. તે દરમિયાન આજરોજ સવારે શાહીન હબીબુલ કાગજીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

બનાવ અંગે સ્થાનિકોએ મૃતક મહિલાના ભાઈ ગુલામ મહમદને જાણ કરી હતી. તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા મૃતક મહિલાના ઘરના ઉપરના માળે તેઓના પતિ હબીબુલ રહેમાન કાગજીનો શરીરે ઇજા પહોંચેલી હાલતમાં ગળે ફાંસો ખાધેલ મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં શહેર પોલીસે હત્યા અને આત્મહત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે હત્યા બાદ આત્મહત્યા કરવાનું કારણ હાલ અંકબંધ છે.

મૃતક પતિ-પત્નીની ફાઈલ તસવીર
મૃતક પતિ-પત્નીની ફાઈલ તસવીર

પતિ- પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડો થતો હતો
પતિ-પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. અન્ય કોઈ બીજુ કારણ ઝઘડો થવા પાછળનું નથી.આ પગલું કેમ ભર્યું તેનું કારણ સમજાતું નથી. અને ક્યાં કારણથી હત્યા કરી આપઘાત કરી લીધો તે સમજાતું નથી આ અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.> ગુલામ મહોમદ, મૃતક ભાઈ

કયા કારણોસર પત્ની હત્યા બાદ પતિએ આપઘાત કર્યો તેની તપાસ ચાલુ
ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે કાગદીવાડ વિસ્તારમાં સાહીન નામની મહિલાનું બોથમ પ્રદાર્થ વડે માર મારી હત્યા કરી પતિએ પણ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિકો તેમજ પરિજનો જણાવ્યા અનુસાર આંતરિક ઝઘડામાં પતિ-પત્ની વચ્ચે થતા હતા. ક્યાં કારણસર પતિ દ્વારા પત્નીની હત્યા કરી તેની તપાસ ચાલી રહી છે. આ અંગે પ્રાથમિક હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો