વિધવાને માર માર્યો:ભરૂચના ભોલાવની કંપનીમાં નોકરી કરતી વિધવાને વિધર્મી શખ્સે માર માર્યો, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધવાને માર માર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ

ભરૂચના ભોલાવમાં આવેલી ટ્રાન્સફોર્મર કંપનીમાં નોકરી ઉપર રહેલી બે સંતાનની વિધવા માતા ઉપર વિધર્મી શખ્સે ધસી આવી સુપરવાઇઝરને બહાર બોલાવ તેવી ધમકી આપી મહિલાને માર માર્યો હતો. આ સમગ્ર મામલો સી ડિવિઝન પોલીસ મથકે પહોંચતા પોલીસે વિધર્મી યુવક વિરુદ્ધ છેડતી, જાનથી મારી નાખવાની ધમકી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરીયાદ અનુસાર, ફરિયાદી વિધવા મહિલા ભરૂચના ભોલાવની તુષાર ટ્રાન્સફોર્મર કંપનીમાં નોકરી કરે છે અને તે નોકરી ઉપર હતી તે દરમિયાન તેના વિધર્મી મિત્રએ આવી તારી સુપરવાઇઝરને બોલાવ કહી ભારે હોબાળો મચાવ્યો હતો. વિધર્મી શખ્સે વિધવા મહિલાને કંપનીની બહાર જ લાફાવાળી કરી તેનો હાથ ખેંચી તેણીને તમાચા માર્યા હતા. જેના કારણે કંપનીમાં ખળભળાટ મચી ગયો હતો.

કંપની સત્તાધીશોએ સમગ્ર ઘટનાની જાણ 181 અભયમને કરતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. વિધવા મહિલા જ્યાં નોકરી કરતી હતી તે કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં હારૂન હુસેન રજાક નામનો શખ્સ વિધવા મહિલાને તે કંઈ બોલે તે પહેલાં તેને તમાચા મારવા લાગ્યો અને ત્યાંથી તેનો ગુસ્સો ન અટકતા વિધવા મહિલાને તેનો હાથ ખેંચી તેણીને ગાલ ઉપર તમાચા મારી રહ્યો હોવાની ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

વિધવા મહિલાને માર મારતા સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર મામલો સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો અને વિધવા મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં શખ્સ હારૂન હુસેન રજાક સામે છેડતી, માર મારી જાનથી મારી નાખવાની ધમકી તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હારુંન હુસેન રજાકને ઝડપી પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...