તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળા દિવસે ચોરી:ભરૂચના વાલિયામાં ટેલરની દુકાને કપડાં લેવા આવેલાં બે ગઠિયાઓ નજર ચૂકવી 60 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર

ભરૂચ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સોનાની ચેઇન અને ગલ્લામાં રહેલા રોકડા 15 હજાર લઇ ચોરો ભાગી ગયા

વાલિયા ગામના લુહાર ફળિયામાં બ્રાઇટ જેન્ટસ ટેલરની દુકાનમા દરજીની નજર ચૂંકવી બે ગઠિયા સોનાની ચેઇન અને રોકડા 15 હજાર મળી કુલ 60 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વાલિયા ગામના લુહાર ફળિયામાં રહેતા મનહરલાલ મુળચંદ સુરતી બ્રાઇટ જેન્ટસ ટેલર નામની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ સવારે 11 વાગ્યાના અરસામાં પોતાની ટ્રેલરિંગની દુકાન પર હતા તે દરમિયાન બે ઇસમો તેઓની દુકાન પર આવ્યા હતા અને શર્ટનું કાપડ બતાવવા જણાવ્યુ હતું.

દુકાનદાર કાપડ બતાવી રહ્યા હતા તે સમયે તેઓને વાતોમાં ભોળવી તેઓની નજર ચૂકવી સોનાની ચેઇન અને ગલ્લામાં રહેલા રોકડા 15 હજાર મળી કુલ 60 હજારથી વધુના મુદ્દામાલ ચીલ ઝડપ કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે દુકાનદારે ફરિયાદ નોંધાવતાં વાલિયા પોલીસે બે ગઠિયા વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો