તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • When The RO Plant At The Water Works Of The Gram Panchayat Of Walia Village Was Closed, The People Lost And The Demand For Resumption Of The Plant Arose.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:વાલિયા ગામની ગ્રામ પંચાયતના વોટર વર્કસ ખાતે આવેલો આર.ઓ.પ્લાન્ટ બંધ થતાં લોકોએ હાલાકી, પ્લાન્ટ ફરી શરૂ કરવા માંગ ઉઠી

ભરૂચ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્લાન્ટની મોટર ચાર દિવસથી બળી જતાં પ્લાન્ટ બંધ થયો

વાલિયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને શુધ્ધ ફિલ્ટર પીવાનું પાણી મળી રહે તે માટે વાલિયા-નેત્રંગ રોડ ઉપર આવેલા ગ્રામ પંચાયતના વોટર વર્કસ ખાતે આવેલા આર.ઓ.પ્લાન્ટ મૂકવામાં આવ્યો છે. જ્યાંથી મોટાભાગના વિસ્તારોમાં પીવાનું શુધ્ધ પાણી લોકોને મળે છે. જોકે, આ પ્લાન્ટની મોટર ચાર દિવસથી બળી જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પંચાયતના વોટર વર્કસ ખાતે આવેલા આર.ઓ.પ્લાન્ટથી જલારામ સોસાયટી, મુખ્ય બજાર,શિવ દર્શન, માનસરોવર સોસાયટી, ગણેશનગર, હનુમાન ફળિયા, ગાંધી ફળિયા અને ડુંગેરી ફળિયા સહિતના ગ્રામજનો શુધ્ધ પીવાનું પાણી લઈ જાય છે. પરંતુ છેલ્લા ચાર દિવસથી આ આર.ઑ.પ્લાન્ટની મોટર બળી જતાં હાલ પ્લાન્ટ બંધ થઈ ગયો છે. પ્લાન્ટ બંધ થઈ જતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે વહેલી તકે આ આર.ઓ.પ્લાન્ટ ફરી શરૂ કરી દેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો